
આકાશની ઓળખ
પ્રત્યેક મહિને રાત્રે નભોમંડળમાં દેખાતા તારાઓનો નકશા સહિતનો વિસ્તૃત પરિચય જેની PDF આપ ડાઉનલોડ કરી શકો છો.
આ શ્રેણીના રજૂઆતકર્તા છે અવકાશવિજ્ઞાનના સર્વોત્તમ લેખક ડૉ. સુશ્રુત પટેલ, જેમણે અંતરિક્ષ પર અનેક પુસ્તકો-પુસ્તિકાઓ લખ્યાં છે. ઘણાં પારિતોષિકો મેળવી ચૂક્યા છે, જેમાં ‘કુમાર-સુવર્ણચંદ્રક’ નો પણ સમાવેશ થાય છે. ખગોળના વિષયમાં ડૉ. સુશ્રુત પટેલ જ્ઞાનસાગર છે. ‘ધૂમકેતુ હેલી’, ‘બ્લેક હોલ શું છે?’, ‘આકાશદર્શન’, ‘અંતરિક્ષ વિજ્ઞાનમાં લટાર’ વગેરે પ્રકાશનો દ્વારા તેમણે ગુજરાતની પ્રજાને ઘણું જ્ઞાન પીરસ્યું છે. પ્રસિદ્ધિથી દૂર રહેવાની અથવા તો પ્રસિદ્ધિનો મોહ ન રાખવાની સ્વભાવગત વૃત્તિને લીધે ખાસ ‘લાઇમલાઇટ’ માં આવ્યા નથી. બહુ ઓછા લોકો તેમને સિદ્ધહસ્ત વિજ્ઞાનલેખક તરીકે ઓળખે છે.
ડૉ. સુશ્રુતભાઇએ લખેલી ‘આકાશની ઓળખ’ જેઓ વાંચશે એ સૌને આકાશના તારાઓ ઉપરાંત તેમની પણ ઓળખ મળી જશે.
