SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue
અંક નં. ૩૪૫ | મે-જૂન, ૨૦૨૩
Cover story
અંગ્રેજોની ‘દેખો ત્યાં ઠાર કરો’ની વૃત્તિએ ભારતની કેટલી પ્રાણીસૃષ્ટિનું નખ્ખોદ વાળ્યું?
નવેમ્બર ૧ર, ૧૯૩૮ની સવારે રાજસ્થાનના ભરતપુરનું કેવલાદેવ ઘના તરીકે ઓળખાતું પક્ષીઅભયારણ્ય અનેક જાતનાં પંખીડાંના ગાયકવૃંદ વડે ગૂંજતું હતું. શિયાળો બેસી ચૂક્યો હતો, એટલે ઘણાં પક્ષીઓ સાઇબિરિઆથી તેમજ મધ્ય એશિયાથી વર્ષોવર્ષના ક્રમ મુજબ આવેલાં ઋતુપ્રવાસીઓ હતાં. ભરતપુરમાં તેમનું રોકાણ સામાન્ય રીતે ચારેક મહિના જેટલું રહેતું હતું. સૂર્યોદય પછી દરેક પક્ષી (વધુ ભાગે songbird) તેની ગાયકી શરૂ કરે, એટલે ઘણાં પક્ષીઓ દ્વારા વહેતી મૂકાતી સૂરાવલિઓને લીધે વાતાવરણમાં મધુરપ છવાયેલી હતી.
થોડા સમય બાદ કલરવનો માહોલ દુર્ભાગ્યે સન્નાટામાં પરિવર્તિત થવાનો હતો. આ ગોઝારી નોબત આવે તે પહેલાં સારસ, પેણ બતક, ગંદમ, હંસો, રામ કુત્કીઓ તથા પાન કુત્કીઓ, માખીમાર, પીળકિયાં વગેરે પંખીડાં ગાવામાં અગર તો ખાવામાં ગુલતાન હતાં. સંખ્યા કેટલી તે કહી શકાય નહિ, પણ એટલું ખરું કે કેવલાદેવ (સ્થાનિક ભાષામાં ઘના) નેશનલ પાર્ક કુલ ૩૬૬ સ્પિસિસનાં શિયાળુ પ્રવાસી તેમજ સ્થાયી અધિવાસી પક્ષીઓ વડે અલંકૃત હતું. આશરે ર૯ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છીછરું જળાશય તેમના માટે પ્રબળ આકર્ષણ હતું.
More interesting articles
દશરથિયું
દશરથિયું દિવસે જોવા ન મળે અને મોટા ભાગે તો શોધ્યું પણ જડે નહિ. પક્ષીનિરીક્ષણના બહુ ઓછા શોખીનો તેને જોવા પામ્યા છે. કોઇ વાર અનાયાસે નજરે ચડી જાય ખરું. પ્રાચીન યુરોપમાં દશરથિયું Goatsucker તરીકે બદનામ થયાનાં બે કારણો છે. પક્ષીની મોંફાડ બહુ મોટી છે, એટલે સહેજે ધારણા બંધાય કે તે બારોબાર દૂઝણી બકરીનું દૂધ પી જતું હોવું જોઇએ. વળી રાત્રિના સમયે તે ઘણી વખત બકરીઓના વાડા પર મંડરાતું જોવા મળતું હતું. એરિસ્ટોટલ તથા Pliny the Elder વિદ્વાન ખરા, પરંતુ તેમણે સામાન્ય અક્કલ પણ વાપરી હોત તો મગજમાં બત્તી થાત કે બકરીઓનાં ગંદા વાડા પાસે જીવડાંની વધુ જમાવટ હોવાને લીધે દશરથિયાં ત્યાં ભોજનાર્થે આવે છે.


બહાદૂરોની બલૂનયાત્રા
પૂર્વ જર્મનીના પોસનેક નામે ઓળખાતા નગરના યુવાન રહેવાસી ગુન્ટર વેટ્ઝલે હાઇ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક બનવા કોલેજમાં એડમિશન માટે અરજી મોકલી. કેટલાક દિવસો સુધી તેનો જવાબ ન મળ્યો. કોલેજ તેને ઘણી રાહ જોવડાવ્યા બાદ પત્ર મોકલ્યો કે અરજી નામંજૂર ઠરી હતી.
ગુન્ટર વેટ્ઝેલને જેનો પરિચય નહોતો એવો બીજો દુઃખી યુવક પીટર સ્ટ્રલ્ઝિક હતો. પૂર્વ જર્મન એર ફોર્સમાં કામગીરી બજાવી ચૂક્યો હતો, પણ સામ્યવાદી પક્ષમાં ન જોડાયાને કારણે પાણીચું મળ્યું હતું. સામ્યવાદી પક્ષમાં મેમ્બર બનવાની ઓફર ન સ્વીકારે તે વ્યક્તિનું નામ જાસૂસી એજન્સી STASI ના ચોપડે મંડાતું હતું.
મોનાર્ક પતંગિયાનો મેરેથોન પ્રવાસ
ઉત્તર અમેરિકામાં મોનાર્ક પતંગિયાં દર વર્ષે શિયાળો બેસતા પહેલાં દક્ષિણે મેક્સિકો જવા માટે રવાના થાય છે. કાગળ જેવી પાતળી કેસરી પાંખો ફફડાવીને કલાકના ૧૦-૧ર કિલોમીટરની ગતિએ મજલ કાપે છે.
કાશ્મીરથી કન્યાકુમારીનું થાય તેના કરતાં પણ ૩૩% વધુ લાંબી સફર ખેડવા માટેની શક્તિ અડધા ગ્રામના નાજુક પતંગિયામાં હોવી એ તો જાણે રહસ્ય ખરું, પરંતુ મેક્સિકોનું અને મેક્સિકોમાં પણ વળી ચોક્કસ જગ્યાનું સરનામું કેવી રીતે શોધે તે ઓર ગૂઢ રહસ્ય છે.

Notice
Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps. If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.